From the Desk of Managing Trustee

મર્હુમ શેઠ ધનજીશા રૂસ્તમજી ઉમરીગર ટ્રસ્ટના ટ્રસ્ટડીડ ની જોગવાઈ હેઠળ તત્કાલીન મેનેજીંગ ટ્રસ્ટી શ્રી ગોપાળજીપી. ઉમરીગરા ના વરદ હસ્તે તા. 31-3-1991 રોજ સૂચિત શાળાનું ભૂમિ પૂજન કરી સંસ્થાનો પાયો નાખવામાં આવ્યો.  જુન 1992  માં આ સંસ્થાનો ગ્રાઉન્ડ ફ્લોર તૈયાર થયો ત્યાર બાદ ક્રમશ:  પહેલા અને બીજા માળનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું. જેમાં કુલ 35 રૂમો બનાવેલ છે. જેમાં હાલ અંગ્રેજી પ્રાથમિક વિભાગમાં 1735 વિદ્યાર્થીઓ તથા ગુજરાતી પ્રાથમિક વિભાગમાં 1581 વિદ્યાર્થીઓ મળી કુલ 3316 વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ અભ્યાસરત છે.  બંને વિભાગના ધોરણ 1 થી 7 નાવર્ગખંડોમાં અભ્યાસક્રમ અનુલક્ષી પ્રોગ્રામ સાથેના AVM રૂમની સગવડ છે.

ત્યાર બાદ શાળા સંચાલકોની સુઝ બુઝ અને શાળામાં વધતી જતી વિદ્યાર્થીઓની સંખ્યાને ધ્યાનમાં લઇ ભવિષ્યના નવા આયોજનના ભાગ રૂપે શાળા સંકુલમાંમાધ્યમિક વિભાગ માટે જુન 2001 થી નવા મકાનનું નિર્માણ કરવામાં આવ્યું.  નવા મકાનમાં કુલ 27 રૂમો બનાવવામાં આવ્યા. જેમાં હાલ અંદાજીત ગુજરાતી માધ્યમમાં 525 વિદ્યાર્થીઓ અને અંગ્રેજી માધ્યમના 552  વિદ્યાર્થીઓ મળીને કુલ 1077  વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ અભ્યાસરત છે.  આ અદ્યતન સુવિધા વાળા મકાનમાં અભ્યાસ સહાયક વિજ્ઞાનની ત્રણ પ્રયોગશાળા, ચિત્રખંડ,  વાંચનાલય,  દરેક વિભાગની અલગ અલગ કમ્પ્યુટર લેબ તથા એક વાતાનુકુલિત મુખ્યખંડ  (મીટીંગહોલ)  બનાવવામાં આવ્યો છે. તથા નવા મકાનમાં ત્રણ સ્માર્ટબોર્ડ વર્ગખંડોને વર્ગોમાં અભ્યાસક્રમ અનુલક્ષી પ્રોગ્રામ સાથેના AVM  રૂમ કાર્યરત છે.  ઉપરાંત આધુનિક સુવિધા વાળા પાણીના વોટરરૂમ , વ્યવસ્થા પૂર્ણ બાથરૂમ વગેરેની સુવિધા અલગ અલગ આપવામાં આવેલ છે.

શાળામાં બંને વિભાગ માટે વિશાળ  પ્લેગ્રાઉન્ડ,  દરેકવર્ગોમાં CCTV  કેમેરાની સગવડ,  સ્કેટિંગ રિંગ,  બાળકો માટે ખેલકૂદ ના સાધનો ઉપલબ્ધ છે. બાળકોની શારીરિક અને માનસિક ક્ષમતા કેળવાય તે માટે વિવિધ એક્ટીવીટીનો સમાવેશ કરેલો છે.  આ શાળામાં કુલ 118  સારસ્વતો તેમનું શૈક્ષણિક કાર્ય કરી રહ્યા છે.  શાળા સંચાલક મંડળ  +  વાલીમિત્રો  + શિક્ષકમિત્રો  +  વિદ્યાર્થીવૃંદચતુસ્કોણ ના સહયોગે આજે આ પંથક માં પોતાની આગવી અને વિશિષ્ટ ઓળખ ઉભી કરી છે.

વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને શૈક્ષણિક તેમજ સંસ્કૃતિક ઘડતર ચણતરની મહત્વની જવાબદારીશાળાપ્રમાણિકતા તથા નિષ્ઠાથી બજાવી છે અને હમેશ બજાવતી રહેશે એમાં શંકાને કોઈ સ્થાન નથી કારણકે ...... અડગ મનના મુસાફિર ને હિમાલય પણ નડતો નથી.

શાળાની ગતિ પ્રગતિ દિન પ્રતિ દિન ઉત્તરોઉત્તર નવી દિશા અને નવા લક્ષ્યને પ્રાપ્ત કરતી રહી છે. શાળાને અવાર નવાર પોતાનો ઉપયોગી અને અનુભવ સિદ્ધ માર્ગદર્શન આપતા સારસાપુરીના સપ્તમ કુવેર ચાર્ય પરમ પુજ્ય શ્રી અવિચલદાસજી મહારાજ્શ્રી ના શાળા પરિવારને આશીર્વાદ મળી રહે છે.

શાળાની વિકાસ કૂચ અહી વીરમતી નથી, શાળા સંચાલકો ની દીર્ઘદ્રષ્ટિ, વહીવટી કુનેહ, પારદર્શી વહીવટ અને સમયની પરખ ને કારણે શાળા પરિવારે ટ્રસ્ટના "વારીગૃહ " માં એક નવો પ્રોજેક્ટ  "ઉન્નતિ "  વર્ષ 2008 માં સારું કરેલ જે શૈક્ષણિક વર્ષ 2015-16 માં શરૂ થવા જઈ રહેલ છે.  અને તે છે અંગ્રેજી માધ્યમ (સી.બી.એસ.ઈ.અભ્યાસક્રમ ) માટે અલગ અલગ સુવિધા પૂર્ણ શૈક્ષણિક સંકુલ જેના સંદર્ભમાં અંગ્રેજી માધ્યમ માટે એક પ્રાકૃતિક આહલાદક સંકુલ બનાવવામાં આવશે.

આધુનિક યુગમાં બાળક દરેક ક્ષેત્રમાં વિકાસ કરી શકે એવા પ્રયાસ હેઠળ આ નવું સંકુલ વિજ્ઞાન અને ટેકનોલોજીના જ્ઞાનને આંબવા માટે અતિ આધુનિક લેબોરેટરીથી સભર, સ્પોર્ટ સંકુલ, સંસ્કૃતિક પ્રવૃત્તિ માટે સંપૂર્ણ  સુવીધાજન્ય  "સંસ્કૃતિકભવન"  સાથે સાથે નાના ભૂલકાઓ માટે  "ગમ્મત સાથે જ્ઞાન"  ની આકર્ષક વ્યવસ્થા,  પરિપક્વ સારસ્વતો સાથે 57 વર્ગ ખંડોથી પરિપૂર્ણ સંકુલ ઉભું થઇ ચુક્યું છે ત્યારે આવનારા દિવસોમાં આ શાળા એક નવા પરિપેક્ષ્ય સાથે  જોવાશે આસિદ્ધિ- પ્રસિદ્ધિ પાછળ રહેલા નામી અનામી જે તે વ્યક્તિઓએ શાળા વિકાસમાં પોતાનો સમય અને શક્તિ ફાળવ્યા છે એ સર્વનો શાળા પરિવાર ખુબખુબ આભાર માને છે અને અંતે......... આ ટ્રસ્ટના જન્મદાતા શેઠ ધન્જીશા રૂસ્તમજી ઉમરીગરની ઈચ્છાને પરિપૂર્ણ કરવા માટે ટ્રસ્ટી મંડળ પ્રતિબદ્ધછે.

 

"એક નવા લક્ષ્યનું થઈ રહ્યું છે, નિર્માણ.......

જેમાં આખે આખો કાફલો પહોચશે.......

ચોક્કસ કિનારે જહાજ પહોચશે ........

મેં સુકાનીની આંખમાં જોયો છે નકશો "ઉન્નતિ "